પરિષદનો ગૌરવવંતો ઇતિહાસ
"111 વર્ષના ગરિમાપૂર્ણ ઇતિહાસમાં પરિષદે અનેક ચઢાવ-ઉતાર જોયા હોવા છતાં શ્રીહરિ-ગુરુ-વૈષ્ણવની ત્રિવેણીના અનુગ્રહથી અસ્તિત્વ ટકાવી રાખ્યું છે."
૧૯૦૬: એકતાના બીજ
આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદની સ્થાપના ઈ.સ. 1906 માં નિ.લી. પૂ. ગો. શ્રીજીવણલાલજી મહારાજશ્રી (પોરબંદર) તથા નિ. લી. પૂ. ગો. શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (અમરેલી)ના વરદ હસ્તે થઇ હતી. 1906માં જયારે સ્થાપના થઇ ત્યારે તે «વૈષ્ણવ પરિષદ»ના નામે ઓળખાતી હતી.
સ્થાપનાનો સંકલ્પ
"વૈષ્ણવ સત્સંગોને સંગઠિત કરવાનો અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત સિદ્ધાંતોનું સંવર્ધન કરવાનો."
૧૯૫૬: નામ-બદલાવ
1956માં સપ્તમ પીઠાધીશ પુ.ગો. શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી (કામવન)ની ઉપસ્થિતિમાં તેનું નામ «અખિલ ભારતીય વૈષ્ણવ પરિષદ» કરવામાં આવ્યું.
૧૯૫૯: કાયદાકીય નોંધણી
1959માં સોસાયટીઝ એક્ટ નીચે પરિષદનું રજીસ્ટ્રેશન થયું. આનાથી સંસ્થાકીય અને સેવાકીય કાર્યો સુચારૂ ચલાવવા માટે કાયદાકીય માળખું પ્રાપ્ત થયું.
૧૯૮૧: આંતરરાષ્ટ્રીય સ્વરૂપ
1981માં પ્રથમ પીઠાધીશ પુ. શ્રી પ્રથમેશજી મહારાજશ્રી (કોટા)ના આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપીને તેનું નામ «આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ» કરવામાં આવ્યું. પ્રથમેશજી મહારાજશ્રીએ પરિષદના પ્રચારાધ્યક્ષ તરીકે અથાગ પ્રયાસો કરી સમગ્ર જીવન પરિષદને સમર્પિત કર્યું.
ગૌરવશાળી આચાર્ય પરંપરા
પુષ્ટિમાર્ગના પ્રણેતા અને માર્ગદર્શક પૂજ્ય આચાર્ય ચરણો.
શ્રી મહાપ્રભુજી
જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી
શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને ભક્તિ માર્ગના સ્થાપક પ્રણેતા. 535 વર્ષ પહેલાં દલિત, આદિવાસી અને પછાત જાતિઓના લોકોનો સમાવેશ કરી સામાજિક સમરસતા લાવવાના ક્રાંતિકારી પુષ્ટિમાર્ગના સ્થાપક.
શ્રી ગુસાઈજી
શ્રી વિઠ્ઠલનાથજી
સેવા શૃંગાર પ્રણાલી અને અષ્ટછાપ કવિ પરંપરાના આયોજક, જેમણે સેવા પ્રણાલીને અત્યંત સુગમ બનાવી.
વર્તમાન આચાર્યશ્રીઓ
સતત માર્ગદર્શન
વલ્લભકુળના વિદ્યમાન આચાર્યશ્રીઓ, શાસ્ત્રીજીઓ અને વિદ્વાનોના માર્ગદર્શનથી સંપ્રદાયના પ્રચાર-પ્રસાર અને એકતા-સૌહાર્દના કાર્યો ચાલુ રહે છે.