APVP Logo APVP

About us

પરિષદનો ગૌરવવંતો ઈતિહાસ :

આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદની સ્થાપના .. 1906 માં નિ.લી. પૂ. ગો. શ્રીજીવણલાલજી મહારાજશ્રી (પોરબંદર) તથા નિ. લી. પૂ. ગો. શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (અમરેલી)ના વરદ હસ્તે થઇ હતી. 1906માં જયારે સ્થાપના થઇ ત્યારે તેવૈષ્ણવ પરિષદના નામે ઓળખાતી હતી. 1956માં સપ્તમ પીઠાધીશ પુ.ગો. શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી (કામવન)ની ઉપસ્થિતિમાં તેનું નામઅખિલ ભારતીય વૈષ્ણવ પરિષદકરવામાં આવ્યું. ત્યારબાદ પરિષદનું 1959માં સોસાયટીઝ એક્ટ નીચે રજીસ્ટ્રેશન થયું. 1981માં પ્રથમ પીઠાધીશ પુ. શ્રી પ્રથમેશજી મહારાજશ્રી (કોટા)ના આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપીને તેનું નામઆંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદકરવામાં આવ્યું. પ્રથમ પીઠાધીશ પૂ. ગો.શ્રી પ્રથમેશજી મહારાજશ્રીએ પરિષદને મજબુત કરવા માટે પરિષદના પ્રચારાધ્યક્ષ તરીકે અથાગ પ્રયાસો કર્યા હતા અને તેમને તેમના સમગ્ર જીવનને પરિષદને સમર્પિત કરી દીધું હતું. 111 વર્ષના ગરિમાપૂર્ણ ઇતિહાસમાં પરિષદે અનેક ચઢાવ-ઉતાર જોયા હોવા છતાં પરિષદે કપરા સમયમાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા શ્રીહરિ-ગુરુ-વૈષ્ણવની ત્રિવેણીના અનુગ્રહથી અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.

 

પરિષદનું કાર્ય સંચાલન :

·         રાજ્યકક્ષાની કારોબારી સમિતિ (પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો)

·         આચાર્ય પરિષદ (વિદ્યમાન વલ્લભકુળના આચાર્યશ્રીઓ)

·         પરામર્શક મંડળ (સંપ્રદાયના શાસ્ત્રીજીઓ તથા વિદ્વાનો)

·         ક્ષેત્રીય સમિતિ (ક્ષેત્રીય પ્રભારી સાથે)

·         જીલ્લા સમિતિ                

·         શાખા કારોબારી સમિતિ

·         તદઉપરાંત યુવા પરિષદ સમિતિ તથામહિલા પરિષદ સમિતિની રચના કરવામાં આવશે.

 

પરિષદના હેતુઓ :

·         પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજની સર્વ પ્રકારે ઉન્નતિ કરવી.

·         પુષ્ટિમાર્ગના વિશેષ સંદર્ભમાં ભારતીય ધર્મો, દર્શન, સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવું.

·         માનવ કલ્યાણના કાર્યો કરવા.

પરિષદ શા માટે?

·         સંપ્રદાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવું.

·         વૈષ્ણવ સમાજને એક છત્ર નીચે સંગઠિત કરી સંગઠનને વ્યાપક અને મજબુત બનાવવું.

·         સત્સંગ, સ્વાધ્યાય, પુસ્તકાલય, પાઠશાળા જેવી પ્રવૃત્તિઓ ગતિમાન કરવી.

·         બાળ-સંસ્કાર શિબિર, કિશોર-કૌશલ્યવર્ધન શિબિર, યુવા-ચેતના શિબિર, કીર્તન શિબિર, મહિલા શિબિર, સેવા શિબિર જેવી વિવિધ શિબિરો દ્વારા પુષ્ટિમાર્ગીય પરંપરા અને મૂળ સિદ્ધાંતોની જાળવણી કરવી.

·         વલ્લભકુળના વિદ્યમાન આચાર્યશ્રીઓને એક મંચ પર લાવવા.

·         વલ્લભકુળનાઆચાર્યશ્રીઓ, પૂ. શાસ્રીજીઓ તથા વિદ્વાનોના સંપ્રદાયના પ્રચાર-પ્રસાર માટે પ્રવાસ, વ્યાખ્યાન, પ્રશ્ર્નોત્તરી તથા સત્સંગ-સભાઓનું આયોજન કરવું.

·         રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવું.

·         સંપ્રદાયના વિવિધ ઉત્સવોની ઉજવણી કરવી.

·         પુષ્ટિ-પ્રચાર સેલ દ્વારા વિજ્ઞાન-સુસંગત પુરાવા સહિત સંપ્રદાયના સાહિત્યનું આધુનિક યુવાનો સમજી શકે અને ઉપયોગ કરી શકે તે રીતે તૈયાર કરી વિતરણ કરવું.

·         કાર્યકર્તા શિબિરનું આયોજન કરી કાર્યકરોને નેતૃત્વના પાઠ શીખવી તૈયાર કરવા.

·         દર વર્ષે વૈષ્ણવ અધિવેશન જુદા જુદા ક્ષેત્રોમાં આયોજિત કરવા.

·         કુદરતી આફતો સમયે માનવ સેવાના કલ્યાણકારી કાર્યો કરવા.

·         સનાતન હિંદુ ધર્મની પ્રવૃત્તિઓમાં સામેલ થવું.

·         પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો સમક્ષ ઉપસ્થિત થતા પડકારોને પડકારી સંપ્રદાયની ગરિમા સાચવી રાખવી.

 

ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં પરિષદ :

આજે મોટાભાગની જ્ઞાતિઓ અને સંપ્રદાયો ઊડ્ઢભહીતશદયમાંથી ઈંક્ષભહીતશદય બની રહ્યા છે. ‘અનેકમાંથીએકબની રહ્યા છે ત્યારે પુષ્ટિમાર્ગ અને તેની સાથે સંલગ્ન તમામ આચાર્યશ્રીઓ તેમજ વિશાળ વૈષ્ણવી સૃષ્ટિએવ્યક્તિવાદ, ‘પરિવારવાદ, ‘પીઠવાદતથાસૃષ્ટિ વાદમાંથી બહાર આવીને સમગ્ર પુષ્ટિમાર્ગ માટે અનેકતામાંથી એકતા અને સૌહાર્દનું વાતાવરણ ઉભું કરવું પડશે.પુષ્ટિમાર્ગ આજે સંક્રાન્તિ-કાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ક્ષફશ્ર્નક્ષર્ફૈ ધળમ્રૂર્ધ્ટીં હજ્ઞર્રૂીં ક્ષફપ મળન્નશ્ર્ન્રૂઠ(એકબીજાના સાથ-સહકારથી તમામનું કલ્યાણ)ના શ્રીકૃષ્ણના વચનને ધ્યાનમાં રાખીને આચાર્યશ્રીઓ અને વૈષ્ણવો વચ્ચે અરસપરસ સામંજસ્ય ઉભું કરવાનો ભગીરથ પડકાર શ્રીહરિ-ગુરુ-વૈષ્ણવની ત્રિવેણીના વિશેષ અનુગ્રહથી પરિષદે ઉપાડી લેવો પડશે. સંપ્રદાયના પ્રચાર-પ્રસાર માટે સંપ્રદાયના વિદ્યમાન તમામ આચાર્યશ્રીઓ, વિદ્વાન શાસ્ત્રીજીઓ તથા સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિએ સતત પરિશ્રમ કરીને એક થવું પડશે. વલ્લભકુળના આચાર્યશ્રીઓ અને વૈષ્ણવોમાં એકતા અને પરસ્પર સૌહાર્દ કેળવાય તે પરિષદનું સૌ પ્રથમ લક્ષ્ય હશે. માટે આચાર્યશ્રીઓને પરિષદના પરામર્શક બનાવીને આપ શ્રીમાનોનો સંપૂર્ણ સાથ અને સહકાર પ્રાપ્ત કરીને આપશ્રીની આજ્ઞા અને માર્ગદર્શનથી તમામ કાર્યો સંપન્ન થશે. સૌથી પ્રથમ પરિષદની તમામ શાખાઓને સક્રિય કરી તથા નવી શાખાઓ કાર્યરત કરી પ્રમાણિકતાપૂર્વકનો સતત પરિશ્રમ કરીને પુષ્ટિ સંપ્રદાયમાં એક નવચેતના અને નવજાગૃતિ લાવવી પડશે.

                પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજી ક્રાંતિકારી હતા અને આથી આજથી 535 વર્ષ પહેલાં દલિત, આદિવાસી અને પછાત જાતિઓના લોકોનો સમાવેશ પુષ્ટિમાર્ગમાં કરીને તેઓને સેવા કરવાનો અધિકાર પણ આપ્યો હતો. શ્રીમહાપ્રભુજીએ સામાજિક સમરસતા લાવવા માટે સફળતાપૂર્વક અથાગ પ્રયત્નો કર્યા હતા. આવા ક્રાંતિકારી પુષ્ટિમાર્ગને આજે ફરી એક નવી ક્રાંતિની જરૂર છે અને તે માટે પરિષદ સંપ્રદાયના વિદ્યમાન તમામ આચાર્યશ્રીઓના માર્ગ-દર્શન પ્રમાણે અથાગ પ્રયાસો કરીને પુષ્ટિમાર્ગમાં નવચેતના અને નવજાગૃતિ લાવવા માટે સતત કાર્યરત રહેશે.

                સંપ્રદાયના યુવા આચાર્યશ્રીઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે તથા આધુનિકતાના તમામ માધ્યમોથી પરિચિત છે ત્યારે પુષ્ટિ યુવાનોને સક્રિય કરવા માટે સંપ્રદાયની પ્રાચીનતાને આધુનિકતા સાથે સાંકળી શકાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું બહુ સરળ બની રહેશેસોશ્યલ મિડીયા, સ્માર્ટ-ફોન અને ઈન્ટરનેટના જમાનામાં પુષ્ટિમાર્ગના યુવાનો સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરતાં થાય અને સંપ્રદાયને સાચી રીતે સમજતા થાય તે અંગે શું કરવું જોઈએ તેના ઉપર પરિષદ ગંભીર વિચારણા કરશે અને તેને અનુરૂપ કાર્યો કરશે.

                આજનો યુવાન દરેક વસ્તુને સ્વીકારતાં પહેલાં તેના વિજ્ઞાન-સુસંગત પુરાવા માંગે છે. સંપ્રદાયની વિવિધ પ્રણાલિકાઓ ઉપર વિશ્ર્વમાં થયેલ સંશોધનોને મૂળ પ્રણાલિકાઓ તથા સિદ્ધાંતો સાથે સાંકળીને એકકેપ્સ્યુલસ્વરૂપે યુવાનો સમક્ષ રજુ કરવા માટે યુવા આચાર્યશ્રીઓના માર્ગદર્શન હેઠળ પરિષદે બીડું ઝડપવું પડશે. તેવી રીતે પુષ્ટિમાર્ગનો મૂળઆધાર સેવા અને સત્સંગ છે પરંતુ સેવા અને તેની પાંચસોથી વધારે વર્ષોથી ચાલી આવતી પરંપરામાં મૂળભૂત સિદ્ધાંતોને એવા ને એવા રાખીને ક્રાંતિકારી ફેરફારોની જરૂરિયાત છે. સત્સંગની પદ્ધતિમાં પણ ધરમૂળથી પરિવર્તન લાવવા માટે યુવા આચાર્યશ્રીઓના સક્રિય દિશા-સુચન દ્વારા પરિષદે જઆગળ આવવું પડશે.

                પરિષદની ,બી,સી,ડીમાં હવે અલલયિતતશજ્ઞક્ષ (ઉશ્કેરણી) નહીં પણ અલયિયળયક્ષિં (સંમતિ/સહમતી), ઇીિં (પરંતુ) નહીં પણ ઇયિિંંયિ (બહેતર), ઈજ્ઞક્ષરહશભિં (સંઘર્ષ) નહીં પણ ઈજ્ઞ-જ્ઞાયફિશિંજ્ઞક્ષ (સહકાર) તથા ઉશતાીયિં (વિવાદ) નહીં પણ ઉશફહજ્ઞલીય (સંવાદ) તરફ પરિષદ પ્રયાણ કરશે. આજે સંપ્રદાયમાં ઘણાં સંગઠનો ઉભા થયા છે. સંગઠનો યુવા આચાર્યશ્રીઓ દ્વારા સંપ્રદાયના પ્રચાર-પ્રસાર માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. તેવી રીતે વિવિધ જ્ઞાતિઓના પણ સંગઠનો મજબુત થઇ રહ્યા છે ત્યારે ર્લૈઉંખ્રગદ્વર્મૈ ર્લૈ મળજ્ઞ પણર્ળૈરુલ ઘળણટળપ્ર ના મૂળ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરિષદ તમામ સંગઠનો સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે અને સૌ એકબીજાના સ્વરમાં સ્વર મિલાવીને બોલશે કે જેથી સૌના મન એક થાય. પરિષદ ઞળબયિહહફ બનશે.

                પરિષદના છત્ર નીચે તમામ સંગઠનો પોતપોતાની આગવી ઓળખ જાળવી રાખીને એક બનશે. જે વિસ્તારમાં જે સંગઠન મજબુત હોય અને ખુબ સક્રિય હોય તે સંગઠન જયારે પરિષદના કાર્યક્રમ હોય ત્યારે સંપ્રદાયની સેવા છે તેમ માની હૃદયપૂર્વક જોડાઈ જશે. તેવી રીતે જયારે જે તે સંગઠનનો કાર્યક્રમ હોય તેમાં પરિષદ પુરેપુરી સક્રિયતાથી જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવામાં પુરેપુરો સહયોગ કરશે. આમ કરીને પરિષદ પુષ્ટિમાર્ગને સંલગ્ન સંગઠનો માટે એકફેડરેશનની ભૂમિકા નિભાવશે. લપળણિ અળઇુંરુર્ટીં લપળણળ સ્રડ્રૂળરુણ ર્મીં  લપળણપશ્ર્નટૂ મળજ્ઞ પણળજ્ઞ ્રૂઠળ ર્મીં લૂલવળલરુટના સિદ્ધાંત માટે પરિષદ કટિબદ્ધ બનશે.