APVP Logo APVP
પુષ્ટિ ભક્તિ – ઈશ્વરીય કૃપાનો માર્ગ

પુષ્ટિ ભક્તિ – ઈશ્વરીય કૃપાનો માર્ગ

ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત સિદ્ધાંત મુજબ જીવન જીવો.

સત્સંગ, સેવા અને સંસ્કાર

સત્સંગ, સેવા અને સંસ્કાર

નિત્ય સત્સંગ, ગૌ-સેવા, અને વૈષ્ણવ સંસ્કૃતિ દ્વારા સ્વ અને સમાજ ઉત્થાનનો સંકલ્પ.

પૂ. આચાર્યશ્રીઓનો સંદેશ
આશીર્વાદ અને માર્ગદર્શન

પૂ. આચાર્યશ્રીઓનો સંદેશ

વલ્લભકુળના વિદ્યમાન આચાર્યશ્રીઓ પુષ્ટિમાર્ગના માર્ગદર્શક છે. આચાર્યશ્રીઓને પરિષદના પરામર્શક બનાવીને તેમના સંપૂર્ણ સાથ-સહકાર અને આજ્ઞા-માર્ગદર્શનથી જ તમામ કાર્યો સંપન્ન થશે.

વલ્લભકુળના આચાર્યશ્રીઓ અને વૈષ્ણવોમાં એકતા અને પરસ્પર સૌહાર્દ કેળવાય તે જ પરિષદનું સૌ પ્રથમ લક્ષ્ય છે. શ્રીહરિ-ગુરુ-વૈષ્ણવની ત્રિવેણીના વિશેષ અનુગ્રહથી સંપ્રદાયમાં નવચેતના અને નવજાગૃતિ લાવવી પરિષદની દિશા છે.

spa અમારા વિષે

આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ

ઈ.સ. 1906 ની સ્થાપના પામેલ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદની સ્થાપના નિ.લી. પૂ. ગો. શ્રીજીવણલાલજી મહારાજશ્રી (પોરબંદર) તથા નિ. લી. પૂ. ગો. શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (અમરેલી)ના વરદ હસ્તે થઇ હતી. સ્થાપના સમયે તે «વૈષ્ણવ પરિષદ» તરીકે ઓળખાતી હતી.

111 વર્ષના ગરિમાપૂર્ણ ઇતિહાસમાં પરિષદે અનેક ચઢાવ-ઉતાર જોયા હોવા છતાં કપરા સમયમાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા શ્રીહરિ-ગુરુ-વૈષ્ણવની ત્રિવેણીના અનુગ્રહથી અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજની સર્વ પ્રકારે ઉન્નતિ, ભારતીય ધર્મો-સંસ્કૃતિનું સંરક્ષણ અને માનવ કલ્યાણના કાર્યો એ પરિષદના મુખ્ય હેતુઓ છે.

વધુ જાણો

પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ

વૈષ્ણવ સંસ્કૃતિ અને લોકકલ્યાણ માટેના અમારા વિવિધ કાર્યો.

સત્સંગ પ્રવૃત્તિ

auto_stories

સત્સંગ, સ્વાધ્યાય, પુસ્તકાલય અને પાઠશાળા જેવી પ્રવૃત્તિઓ ગતિમાન કરી ભજન-કીર્તન, પ્રવચન અને વ્યાખ્યાન દ્વારા પુષ્ટિમાર્ગના મૂળ સિદ્ધાંતોની જાળવણી કરવી.

ગૌ-સેવા

volunteer_activism

પુષ્ટિમાર્ગની પરંપરા અનુસાર ગૌ-માતાની સેવા, સંરક્ષણ અને સેવા શિબિરો દ્વારા માનવ કલ્યાણના કાર્યો.

શૈક્ષણિક સેવા

school

બાળ-સંસ્કાર શિબિર, કિશોર-કૌશલ્યવર્ધન શિબિર, પાઠશાળા અને કાર્યકર્તા શિબિર દ્વારા શિક્ષણ-જ્ઞાન અને નેતૃત્વનું વિકસન.

ધાર્મિક પ્રકાશન

menu_book

પુષ્ટિ-પ્રચાર સેલ દ્વારા વિજ્ઞાન-સુસંગત પુરાવા સહિત સંપ્રદાયના સાહિત્યનું આધુનિક યુવાનો સમજી શકે તે રીતે તૈયાર કરી વિતરણ.

મહિલા પ્રવૃત્તિ

diversity_1

મહિલા શિબિર અને મહિલા પરિષદ સમિતિ દ્વારા પુષ્ટિમાર્ગીય પરંપરા, મૂળ સિદ્ધાંતો અને સેવા-પરંપરાની જાળવણી.

યુવા પ્રવૃત્તિ

rocket_launch

યુવા-ચેતના શિબિર, કીર્તન શિબિર અને ડિજિટલ માધ્યમો દ્વારા યુવાનોને સંપ્રદાયના ગ્રંથો અને સિદ્ધાંતો સાથે જોડવા.

અમને સંદેશ મોકલો

સંપર્ક વિગત

સંસ્થા સાથે જોડાવા અથવા કોઈપણ માહિતી માટે અમારો સંપર્ક કરો.

location_on

કાર્યાલયનું સરનામું

શ્રી કૃષ્ણદાસ ચીમનલાલ (ઝવેરચંદ લક્ષ્મીચંદ) પરિષદ ભવન, ૨૦૧, અશ્વમેઘ કોમ્પ્લેક્ષ, બીજે માળે, સયાજીવિહાર ક્લબ ની સામે, રાજમહેલ રોડ, વડોદરા.

call

ફોન

જયેશકુમાર શાહ (ગાંગરડી) ૯૪૨૭૪૭૯૫૮૯ (કોષાધ્યક્ષ/કાર્યલય મંત્રી)

mail

ઈમેલ

[email protected]